Saturday, May 11, 2013

Happy Mother's Day !!


Happy Mother's Day...

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ


મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
                  જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
                  વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
                  હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
                  શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
                  કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
                  પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
                  લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
                  અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
                  સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
                  માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
                  એનો નહિ આથમે ઉજાસ રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

By: Kavi Botadkar
કવિ બોટાદકર ની આટલી સુંદર કૃતિ પછી હું બસ એટલું જ કહીશ....
"માં તને કોટી કોટી વંદન ...."

Monday, February 25, 2013

Vastu Saathe Prem


(microwave બગડ્યું, એ જોઈ પત્ની  પણ બગડી, અને ત્યારે પતિ નું કવિ હ્રુદય જાગી બોલ્યું )

વસ્તુ સાથે પ્રેમ 

પતિ કહે છે પત્ની ને એમ ,
વ્હાલી, આપણે કરીએ છે વસ્તુઓ ને એટલો પ્રેમ,
કે વસ્તુ બગડે ત્યારે આવવા લાગે મન માં વહેમ,
"લાગે છે હવે એમ, આપડી ઝીંદગી ચાલશે કેમ?"

ગુસ્સો ઉતારી પત્ની કહે કે મારા વાહલા, એમ?
વસ્તુઓ સાથે નથી મને એટલો પ્રેમ,
આતો છે તમારા મન નો વહેમ,
વસ્તુ વગર પણ ઝીંદગી ચાલી જાય જેમ તેમ!!!!

કહે છે ઇગ્નીસ, લાગે પતિ તારા મીઠા મહેણ,
ને લાગે મને વાલ્હા તારા પ્રેમિલા વહેણ

Tuesday, October 2, 2012

Is this really true?

 

Is this really true? Do we have time to do all this? Is it necessary to do such things? What is time than? Someone said  "time is money", in this era time is very precious. If parents wants to talk with their teenage they need to take his/her appointment !!! yes thats true...
But sometimes I think are we really busy? The answer is yes and no both  :-) Because my observation is, availability of time really depends on our desire to do/priority in the life/who is assigning task/ the need.  If a teenage boy is asked to join the friends for movie, he will say "lets go" but at the same time if he is asked to take his grandparents to temple, he may say "I am really busy, I need to do homework". Such things are very common.
There is always one question in mind, when can I say, I am busy? While watching tv? While sleeping? While doing household? While shopping? While surfing facebook? While talking over the phone? etc. On the other side I can always say I am busy when I am spending some good time with friends and family, while studying, while doing jobwork, while helping spouse/family member, working on some high prioritize task.'
It is always a choice to say that "I am busy". What do you say?

"This time like all times, is a very good one, if we but know what to do with it." - Ralph Waldo Emerson

Thursday, September 8, 2011

રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો......




દીકરી ની વિદાય એક એવો અવસર, જયારે પિતા પોતાનો લાડખજાનો કોઈ ને સોપે છે. જેમાં દુખ પણ છે અને ખુશી પણ છે. માતા તેની મમતા આપી રહી છે. અને ભાઈ તો તેનું સહિયર સોપી રહ્યો છે. દીકરી ની વિદાય થયા પછી પિતા હમેશાં તેની દીકરીનું બાળપણ વાગોળ્યા કરે છે. વિચારે છે કે નાની હતી ત્યારે હું તેને કેટલા લાડ લડાવતો, જયારે જન્મી ત્યારે તો નાની નાની હતી અને ટગર ટગર જોયા કરતી, મારી ચપટી સાંભળી ને ખડખડાટ હસતી, પાપા-પગલી ચાલવાનું શરુ કર્યું ત્યારે તો ક્યાં દોડતા દોડતા સાત-તાલી રમવા લાગી તેની જ ખબર ના રહી. જાણે ઘર માં એક ખુશી નું ચોમાસું આવી ગયું. જેમ મોટી થઇ તેમ તેમ મારી મિત્ર બની અને સાથે સાથે પરાણે લાડ પણ કરાવતી ગઈ - પાપા મને આ જોયે ને પેલું જોયે. રવિવારે સાંજે રમાડો નહિ કે ફરવા ના લઇ જાવ તો અબોલા થઇ જાય,પણ જેવો આઈસ્ક્રીમ આપો કે ચોકોલેટ ખવડાવો એટલે ખુશ ખુશ. થોડા દિવસ થાય એટલે કહે કે પાપા મને નવા ડ્રેસ જોઈએ બધા જુના થઈ ગયા. નવા નવા ડ્રેસ પેહરી ને પૂછશે કે પાપા હું કેવી લાગુ છું? ત્યારે હું કેહતો કે તારે રોજ નવા ડ્રેસ પેહેરવા. તબિયત થોડી પણ નાજુક હોય તો પાપા તમને દવા આપુ? તરત પૂછશે. ત્યારે એવો વિચાર આવે કે હવે તો મારી દીકરી સ્કૂલ માં જાય છે, ભણે છે અને મોટી થઇ રહી છે.અચાનક જ એક દિવસ મારી દીકરી મારી સામે સાડી પેહરી ને ઉભી છે અને પૂછે છે પાપા હું કેવી લાગુ છું? અને મને માનવામાં નથી આવતું કે આજે મારી દીકરીનો કોલેજ નો છેલ્લો દિવસ છે - ખુબ મોટી થઇ ગઈ. બે ઘડી હું તેને જોય રહ્યો અને મેં જવાબ આપ્યો વાહ!!, બેટા એકદમ સુંદર લાગે છે. દીકરી ને મોટી થતા જોય દરેક પિતા ને ચિંતા થાય કે કેવો છોકરો મળશે મારી લાડલી ને? જોત - જોતા માં દીકરી તેના સાથીદાર ને પસંદ કરી લે છે અને તેની વિદાય વેળા આવી પહોચે છે ત્યારે એક પિતા નું કાળજું કવિ 'દાદ' ના ગીત ને યાદ કરે છે......

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો



કવિ દાદ ની આ અદભૂત રચનાની પ્રેરણા લઇ ને થોડું લખ્યું છે..... આશા છે તમને ગમ્યું હશે.

આનલ

Sunday, March 6, 2011

સ્ત્રી તું સર્વે સર્વાં

કેહવાય છે કે ભગવાન જયારે સ્ત્રીનું  સર્જન કરતા હતા ત્યારે ખુબ વિચાર કરેલો અને જયારે સ્ત્રીનું સર્જન થયું ત્યારે ભગવાન પણ આશ્ચર્ય પામ્યા અને કહ્યું " આહા...!!" આમ તો ભગવાનના બધા જ સર્જન - પર્વત,નદી, દરિયો, ફળ, ફૂલ, પક્ષી, વૃક્ષ, બધું જ આશ્ચર્ય પમાડનાર છે, પણ ભગવાને જયારે સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે તેમાં બધા જ રંગ પૂર્યા.

સ્ત્રી એ સંસ્ક્રુત શબ્દ છે. સ્ત્રીને ઘણી ઉપમા આપવામાં આવી છે જેમકે નારી, નારાયણી, ભવતી, માં, પત્ની, અને બીજી અગણિત. આ બધી જ ઉપમા માં સ્ત્રીના જુદાજુદા ગુણ સમાયેલા છે. સ્ત્રીએ સર્વસ્વ છે.

ક્યારેક વિચાર આવે કે, જો આ દુનિયામાં નારીનું અસ્તિત્વ ના હોત તો? અને તરત જ જવાબ મળે કે તો આપણે બધા ના હોત અને આપની આજુબાજુની તમામ દુનિયા ના હોત. ખરેખર તો સ્ત્રી વગર દુનિયા જ નથી, અને જેમના જીવનમાં સ્ત્રીનું અસ્તિત્વ અને મહત્વ નથી એ બધા જ અધૂરા છે.

આજના યુગમાં સ્ત્રીનું અસ્તિત્વ ક્યાં નથી? દરેક ક્ષેત્ર education, entertainment,glamour, designing, art , politics, sports, industries, army, navy  બધે જ  વિવિધ સ્વરુપમાં સ્ત્રી પુરુષની સાથે કદમ થી કદમ મિલાવી ને પ્રગતિ કરે છે. સાથે સાથે તે એક માં, બહેન, દીકરી, પત્ની, સખી પણ છે.

એક એવો પણ વિચાર આવે કે , એક સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં ખુબ પ્રગતી કરે છે અને સાથે સાથે તે કોઈ વ્યક્તિ માટે માં, બહેન, પત્ની, દીકરી, સખી પણ કેવી રીતે બની શકે? પણ સત્યતો એ જ છે કે સ્ત્રીમાં ભગવાનએ અખૂટ પ્રેમ, લાગણી, સહનશીલતા, ઉદારતા આપ્યા છે. જેનો આપણને સૌવ ને અનુભવ છે.

પેહલાના જમાનામાં સ્ત્રી ઘરમાં  રેહતી,ઘરના સભ્યોનું ધ્યાન રાખતી, બાળકો ને સંભાળતી , પતિને સાથ આપતી અને પોતાના માટે ભાગ્યે જ કઈ કરતી. દિવસ - રાત ઘરના કામમાં રેહતી અને જીવન - સંસારના રથને ચલાવવાનો અતુટ પ્રયત્ન કરતી. આજના યુગમાં સ્ત્રી ઘરમાં રહે છે, બહાર જાય છે, job કરે છે, business કરે છે અને શું નથી કરતી? તો શું એ જ સ્ત્રીમાં પ્રેમ, લાગણી, સહનશીલતા, ઉદારતા જેવા સદગુણો નાશ પામ્યા? ના, ખેરેખર તો આ બધા જ સદગુણોનો સાચો ઉપયોગ કરી રહી છે. ઘરમાં પ્રેમ અને લાગણીનો વરસાદ કરે છે, ત્યારે બહાર job અને business માં પોતાની આગવી બુદ્ધિમત્તા વાપરી આગળ વધે છે. આ બધું જ કરવા માટેની સહનશીલતા હોવી ખુબ જરૂરી છે. સ્ત્રીએ એક સ્વપ્ન દ્રષ્ટા છે . સ્ત્રી પોતાના સ્વપ્નો પુરા કરી શકે છે.અને બીજામા સ્વપ્નો નું બીજ રોપી શકે છે. આમ જોવા જૈયે તો નારી ના વિવિધ સ્વરૂપ છે,અંબા, દુર્ગા, સરસ્વતી, ચંડી - ચામુંડા, લક્ષ્મી. જેના મહત્વથી આપ્ણે અજાણ નથી. સ્ત્રી ધારે ત્યારે કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. સ્ત્રી એ સર્જક, રક્ષક અને વિનાશક છે.


દીકરી જયારે જન્મે છે ત્યારથી તે વહાલનો દરિયો હોય છે. એક પ્રેમભર્યું સ્મિત ઘરના બધા ને હસાવી દે છે દીકરી પપ્પા માટે વ્હાલ અને જીવન છે તો મમ્મી માટે પડછાયો અને અભિમાન છે. ભાઈ માટે લાગણી અને મિત્ર છે તો પતિ માટે પ્રેમ અને સાથ છે. અને જયારે તે માં છે ત્યારે તો શું કેહવું? "માં એ માં બાકી બધા વગડા ના વા... " કોઈ મહાન કવિ એ કહ્યું છે કે " જનની ની જોડ સખી નાં મળે...... "

સ્ત્રી સર્વે સર્વાં છે. પણ શું આપણે દરેક સ્ત્રીને માન આપીએ છે?  તેને સમજી શકયે છે? સ્ત્રીનું મહત્વ જાળવીએ છે? સ્ત્રીના સ્વપ્નો ને પુરા કરવાનો કે સમજવાનો પણ પ્રયત્ન કરીએ છે? દરેક વ્યક્તિ ને  જીવન માં કોઈ ને કોઈ ક્ષણે તો સ્ત્રીનો સાથ મળ્યો જ હશે, ભલે ને પછી એ કોઈ પણ સ્વરૂપ માં હોય. એ વાતનું ક્યારેક દુ:ખ પણ થાય છે કે  ઘણા લોકો સ્ત્રીના મહત્વને સમજીને તેને સન્માન નથી દઈ શકતા. પરંતુ એવું માને છે કે સ્ત્રી કંઈ જ કરી શકે નહિ અને માત્ર હસીનું પાત્ર બનાવીને મૂકી દે છે. એવો વિશ્વાસ પણ છે કે એવા લોકોને સ્ત્રીના કોઈ ને કોઈ સ્વરૂપ દ્વારા મહત્તવ સમજાશે જ અને એ લોકો દિલગીર પણ થશે. આવા  લોકો ને કદાચ એક કવિ ની કલ્પના નો અનુભવ થશે, " ઉડતા ફૂલો ની મહેક ને સાચી પાડવા, આપી મહેક પતંગિયા ને હું ખરી જઈશ" જયારે ખુશી છે કે ઘણા લોકો સ્ત્રીના મહત્તવ ને પૂરેપૂરું સમજીને તેને માન - સન્માન અને સમાજ માં સ્થાન આપે છે. અરે !! ખુદ ભગવાન પણ સ્ત્રીની પૂજા - અર્ચના કરતા. સ્ત્રી એ ફૂલની જેમ કોમળ છે તો પથ્થર ની જેમ કઠોર પણ છે. સ્ત્રી એ પાણી ની જેમ શાંત અને શીતલ છે તો અગ્નિની જેમ રૌન્દ્ર પણ છે. સ્ત્રી એ નિખાલશ હાસ્ય છે, સ્ત્રી એ  કરુણા છે. સ્ત્રી એ મધુરતા છે, સ્ત્રી એ કતુરતા છે.

આજના આ Women's Day ના અવસર ઉપર મારા જીવનમાં ડગલે ને પગલે સાથ આપનાર દરેક સ્ત્રી ( મારા મમ્મી , આંટી, બહેન, ભાભી,સાસુ, દાદી, મિત્ર) તેમજ આ દુનિયાની તમામ સ્ત્રીને મારા કોટી કોટી વંદન.    

Friday, February 11, 2011

Hole Hole Hogya He Pyar.....


This story is not about the love in teen-age when you are bubbly and fall in love with a boy in class or neighborhood. Teen-age love is like a bubble. But I am going to tell you a story about the real love of life. Love is a word that we use every now and then, I love my mummy, I love my daddy, I love my boyfriend, I love flowers, OMG…. I love pizza!!!! But do you really feel love?  I used to think how people fall in love? How people can love so many things? It’s a fact of life that people really love many things. In today’s life we have so many things to love, but what’s the real love? When do you feel the real love? How do you feel the real love? Does real love exist?  You find the answer of these questions when you really fall in love with your someone special!!!
As per the Indian tradition when girl is at the age of her marriage, her parents start finding a right match for her. The girl Anushka was at that age and she was also willing to fall in love with her special one as she didn’t find her special one till date!!!! One fine day her parents arranged meeting with a boy Akash, who was of the same age too.  Actually parents met and they knew each other and everything was known to them and everything was ok for them, so they have almost decided that Anushka and Akash will agree to marry. But as always there must be a twist in the story. Before meeting, Anushka told  her  parents that I am not going to marry this guy. Because from his picture guy does not seem to match my personality. On the other hand Akash told the same thing to his parents and had a fight with his parents that he is not willing to go and meet Anushka. Akash was tall, fair and handsome looking guy working in  IT company. Whereas Anushka was a good looking girl and she was a working in IT field. Both were well settled in their career at their best. Now the question was to find that right match of their choice and both were eager to fall in love and feel that feelings. Finally the day came and they met because they were forced by their parents to meet at least once. Parents said if you guys don’t feel comfortable than no problem. And both of them felt relax that no force from parent, so decided to meet and have some chit-chat and chapter closed.
Akash and his parents went to Anushka’s house on decided date and time. Akash entered in the house and Anushka had a glimpse on him. She thought wow, the guys is handsome !!!  Akash had a glimpse on Anushka and thought that girl is not that bad as she looks in the photograph !! As it has been said that The greatest teachers who have ever lived have told us that the law of attraction is the most powerful law in the Universe. Than time to meet each other and talk. They had a nice talk, just some casual talk. Akash and his parents went to their house.  After thoughts of girl and boy were we are positive!!!, we can think over!!! And looks is not the only thing in life to consider we have to meet each other and know each other’s nature. So, parents decided a next meeting date and time as Akash and Anushka were eager to meet each other. This time Anushka and her parents went to Akash’s home. Again they felt tring…. tring…., they went in a room and chat for a long time. They asked each other about their job, friends, family, hobby, sports etc. and tried to know. On the other side parents were thinking very positive and eager to know the result.  After the meeting Anushka and her parents told that we need sometime as Anushka’s brother wanted to talk with Akash and know the guy. Anushka’s elder brother and sister in law stays in USA. So, they wanted to know and Anushka also wanted her brother to talk with Akash before taking any decision. Akash’s work leave was about to over in two days. Next two days there was no call from Anushka’s home. After two days Akash was ready to catch two o’clock train with no hope from Anushka. That day, Anushka came home from work and thought about Akash the whole day. Anushka’s parents asked  about her decision and she felt that this is the one with whom I can spend my whole life. So she said yes for the Akash. Her parents were more than happy and they called up Akash’s parents. Akash got the news in the train and was happily thinking that life is changing now.
After that everything changed, Love is in the air now. Akash and Anushka started talking to each other, their golden time started. All those late night talk, sms , emails, gifts and all romantic stuff. They were in cloud nine!!  Eventually they felt in love with each other and got married. Their arrange marriage converted into love marriage. Now Anushka and Akash are deeply in love with each other. And Anushka daily says that I love you Akash, you the right one for me and always be mine. And Akash replies I am your only.

Wednesday, February 2, 2011

Tribute To My Grandpa on His Birthday (3rd Feb 1915)


My Grandpa (I used to call him Dadabhai) was a keen reader; he read almost all the gujarati books as well as daily 4 newspapers which includes English too. Many books he used to read 5 – 6 times. He used to tell me ‘the book is very nice I am reading it 6th time!!!!!  & you should read too.’  I always get surprised on his comments of all the books, they were so true.  Every time when he reads the books or newspaper, if he finds some articles/para/lines/kavita/share-shayri / duha – chand/joke/painting etc. interesting than he bookmarks it for me and when in the evening I go to him and meet he will say ‘Aana , come I have kept something for you’ then he asks me to seat beside him and he narrates it for me. He used to read it loudly with explanation and so he made me laugh, understand, cry everything. I am feeling so good that I had  such a great grandpa who makes me understand importance of reading and by that way he lets me know that how to live a wonderful life with love, respect and forgiveness. I really miss that gesture of him.
 One day my Grandpa called me to come by near, then whispering into my ears he said, "Aana, this is a poem I sing every time I remember your grandma" and passed me a paper chit on which he wrote that poem (he read it in some book). When I looked at his face it was shyingly red and he was smiling like a 20 year old just fallen in love. I will never forget that day. Then he recite it for me……Here are few lines from that poem,
કમાલ કરે છે

એક ડોસો ડોસીને હજી વહાલ કરે છે
પગમાં આવે જો ક્યાંક એકાદ પગથીયું
    તો ડોસો ડોસીનો પકડી લે હાથ
ડોસો તો બેસેછે છાપાને છાપરે
     ને ડોસી હોય છે રસોડાને સાથ
આઠ દસ દિવસ પણ છુટા પડે
     તો બંને જન ફોન પર ફરાળ કરે છે
ડોસી કહે ગાડી આજે મળશે કે નહિ?
     ડોસો ટેક્સીમાં જાય પણ ગાડી આપે
કારણ કઈ હોય કે કારણ નહિ હોય
     પણ ડોસો મોંઘીદાર સાડી આપે
આપવાનો ડોસાને એટલો આનંદ
      કે પૈસાનો આમ ઉછાળ કરે છે
ડોસીને સાડીમાં  મેચિંગ ગમે
     ને  ડોસાને કોન્ત્રાસ્તની માયા
એક જે ઘરમાં બંનેના રમ્ય કરે
      તીખા તડકા ને મીઠી છાયા
ઝીણું ઝીણું ઝરણું વહેતું હે જાય
     પણ દરિયામાં એવો વહ્યા કરે છે
ડોસોને કોઈ પૂછે કેટલા વાગ્યા
     તો ડોસીની ઘડિયાળને કન્સલ્ટ કરે છે
ડોસો ને ડોસી બે ભેગા મળીને
      કામ જેવા કામ નું ઇન્સુલ્ત કરે છે
retired ડોસાને ફુરસદ ને ફુરસદ છે
      દિવસમાં લાખ વાર સવાલ કરે છે
ડોસી તો સાંજે મંદિરમાં જાય
      અને ડોસો તો જાય છે બારમાં
બંનેના રસ્તા લાગે જુદા
     પણ બંને તો એક છે સવારમાં
ડોસો ને ડોસી  જાગીને જુએ તે
     કાળ જેવા કાળ ને કંગાળ કરે છે
ડોસા ને ડોસીને ચશ્માં બદલાય કદી
     દ્રશ્યો બદલાય ફરી જુદા
ડોસીતો ધ્યાન ધર્મ પૂજા પાઠ કરે છે
    ડોસાને ખુદ ખુદા
મુદાની વાત તો એટલી કે બુઢાઓ
    આયખાનો રેશમી રૂમાલ કરે છે 
I don’t know the author of this poem but I thank him a lot.
I am so lucky and blessed that he gave me that paper chit on which he wrote his one of the favorite lines. ‘Dadabhai we love you and miss you…….’