Tuesday, February 1, 2011

કાવ્ય ----- ગુણવંત શાહ

હજી તો આંખોએ અણસારની આપ-લે કીધી નથી
ને હથેળીએ મોરલા બેઠા નથી
ત્યાં તો લોક માંડ્યું વાતો કરવા !

હજી તો ઝંખનાની અવરજવર માંડ શરુ થઇ ને
હોઠોએ ટહુકા ફૂટ્યા નથી
ત્યાં તો લોક માંડ્યું વાતો કરવા !

હજી તો શમણામાં પડછાયા પોઢ્યા નથી ને
મધરાતે સૂર્યોદય થયો નથી ત્યાં
તો લોક માંડ્યું વાતો કરવા !
                                                                         --- ગુણવંત શાહ

1 comment:

  1. કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી ગયું...

    જાણે એક ફૂલ ઝાકળ થી ઝુકી ગયું...

    કોઈ સમજી ના શક્યાં દિલ ની વેદના...

    તમે યાદ આવ્યા ને દિલ, ધડકન ચુકી ગયું...

    ReplyDelete