Saturday, May 11, 2013

Happy Mother's Day !!


Happy Mother's Day...

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ


મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
                  જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
                  વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
                  હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
                  શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
                  કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
                  પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
                  લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
                  અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
                  સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
                  માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
                  એનો નહિ આથમે ઉજાસ રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

By: Kavi Botadkar
કવિ બોટાદકર ની આટલી સુંદર કૃતિ પછી હું બસ એટલું જ કહીશ....
"માં તને કોટી કોટી વંદન ...."

Monday, February 25, 2013

Vastu Saathe Prem


(microwave બગડ્યું, એ જોઈ પત્ની  પણ બગડી, અને ત્યારે પતિ નું કવિ હ્રુદય જાગી બોલ્યું )

વસ્તુ સાથે પ્રેમ 

પતિ કહે છે પત્ની ને એમ ,
વ્હાલી, આપણે કરીએ છે વસ્તુઓ ને એટલો પ્રેમ,
કે વસ્તુ બગડે ત્યારે આવવા લાગે મન માં વહેમ,
"લાગે છે હવે એમ, આપડી ઝીંદગી ચાલશે કેમ?"

ગુસ્સો ઉતારી પત્ની કહે કે મારા વાહલા, એમ?
વસ્તુઓ સાથે નથી મને એટલો પ્રેમ,
આતો છે તમારા મન નો વહેમ,
વસ્તુ વગર પણ ઝીંદગી ચાલી જાય જેમ તેમ!!!!

કહે છે ઇગ્નીસ, લાગે પતિ તારા મીઠા મહેણ,
ને લાગે મને વાલ્હા તારા પ્રેમિલા વહેણ