કેહવાય છે કે ભગવાન જયારે સ્ત્રીનું સર્જન કરતા હતા ત્યારે ખુબ વિચાર કરેલો અને જયારે સ્ત્રીનું સર્જન થયું ત્યારે ભગવાન પણ આશ્ચર્ય પામ્યા અને કહ્યું " આહા...!!" આમ તો ભગવાનના બધા જ સર્જન - પર્વત,નદી, દરિયો, ફળ, ફૂલ, પક્ષી, વૃક્ષ, બધું જ આશ્ચર્ય પમાડનાર છે, પણ ભગવાને જયારે સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે તેમાં બધા જ રંગ પૂર્યા.
સ્ત્રી એ સંસ્ક્રુત શબ્દ છે. સ્ત્રીને ઘણી ઉપમા આપવામાં આવી છે જેમકે નારી, નારાયણી, ભવતી, માં, પત્ની, અને બીજી અગણિત. આ બધી જ ઉપમા માં સ્ત્રીના જુદાજુદા ગુણ સમાયેલા છે. સ્ત્રીએ સર્વસ્વ છે.
ક્યારેક વિચાર આવે કે, જો આ દુનિયામાં નારીનું અસ્તિત્વ ના હોત તો? અને તરત જ જવાબ મળે કે તો આપણે બધા ના હોત અને આપની આજુબાજુની તમામ દુનિયા ના હોત. ખરેખર તો સ્ત્રી વગર દુનિયા જ નથી, અને જેમના જીવનમાં સ્ત્રીનું અસ્તિત્વ અને મહત્વ નથી એ બધા જ અધૂરા છે.
આજના યુગમાં સ્ત્રીનું અસ્તિત્વ ક્યાં નથી? દરેક ક્ષેત્ર education, entertainment,glamour, designing, art , politics, sports, industries, army, navy બધે જ વિવિધ સ્વરુપમાં સ્ત્રી પુરુષની સાથે કદમ થી કદમ મિલાવી ને પ્રગતિ કરે છે. સાથે સાથે તે એક માં, બહેન, દીકરી, પત્ની, સખી પણ છે.
એક એવો પણ વિચાર આવે કે , એક સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં ખુબ પ્રગતી કરે છે અને સાથે સાથે તે કોઈ વ્યક્તિ માટે માં, બહેન, પત્ની, દીકરી, સખી પણ કેવી રીતે બની શકે? પણ સત્યતો એ જ છે કે સ્ત્રીમાં ભગવાનએ અખૂટ પ્રેમ, લાગણી, સહનશીલતા, ઉદારતા આપ્યા છે. જેનો આપણને સૌવ ને અનુભવ છે.
પેહલાના જમાનામાં સ્ત્રી ઘરમાં રેહતી,ઘરના સભ્યોનું ધ્યાન રાખતી, બાળકો ને સંભાળતી , પતિને સાથ આપતી અને પોતાના માટે ભાગ્યે જ કઈ કરતી. દિવસ - રાત ઘરના કામમાં રેહતી અને જીવન - સંસારના રથને ચલાવવાનો અતુટ પ્રયત્ન કરતી. આજના યુગમાં સ્ત્રી ઘરમાં રહે છે, બહાર જાય છે, job કરે છે, business કરે છે અને શું નથી કરતી? તો શું એ જ સ્ત્રીમાં પ્રેમ, લાગણી, સહનશીલતા, ઉદારતા જેવા સદગુણો નાશ પામ્યા? ના, ખેરેખર તો આ બધા જ સદગુણોનો સાચો ઉપયોગ કરી રહી છે. ઘરમાં પ્રેમ અને લાગણીનો વરસાદ કરે છે, ત્યારે બહાર job અને business માં પોતાની આગવી બુદ્ધિમત્તા વાપરી આગળ વધે છે. આ બધું જ કરવા માટેની સહનશીલતા હોવી ખુબ જરૂરી છે. સ્ત્રીએ એક સ્વપ્ન દ્રષ્ટા છે . સ્ત્રી પોતાના સ્વપ્નો પુરા કરી શકે છે.અને બીજામા સ્વપ્નો નું બીજ રોપી શકે છે. આમ જોવા જૈયે તો નારી ના વિવિધ સ્વરૂપ છે,અંબા, દુર્ગા, સરસ્વતી, ચંડી - ચામુંડા, લક્ષ્મી. જેના મહત્વથી આપ્ણે અજાણ નથી. સ્ત્રી ધારે ત્યારે કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. સ્ત્રી એ સર્જક, રક્ષક અને વિનાશક છે.
દીકરી જયારે જન્મે છે ત્યારથી તે વહાલનો દરિયો હોય છે. એક પ્રેમભર્યું સ્મિત ઘરના બધા ને હસાવી દે છે દીકરી પપ્પા માટે વ્હાલ અને જીવન છે તો મમ્મી માટે પડછાયો અને અભિમાન છે. ભાઈ માટે લાગણી અને મિત્ર છે તો પતિ માટે પ્રેમ અને સાથ છે. અને જયારે તે માં છે ત્યારે તો શું કેહવું? "માં એ માં બાકી બધા વગડા ના વા... " કોઈ મહાન કવિ એ કહ્યું છે કે " જનની ની જોડ સખી નાં મળે...... "
સ્ત્રી સર્વે સર્વાં છે. પણ શું આપણે દરેક સ્ત્રીને માન આપીએ છે? તેને સમજી શકયે છે? સ્ત્રીનું મહત્વ જાળવીએ છે? સ્ત્રીના સ્વપ્નો ને પુરા કરવાનો કે સમજવાનો પણ પ્રયત્ન કરીએ છે? દરેક વ્યક્તિ ને જીવન માં કોઈ ને કોઈ ક્ષણે તો સ્ત્રીનો સાથ મળ્યો જ હશે, ભલે ને પછી એ કોઈ પણ સ્વરૂપ માં હોય. એ વાતનું ક્યારેક દુ:ખ પણ થાય છે કે ઘણા લોકો સ્ત્રીના મહત્વને સમજીને તેને સન્માન નથી દઈ શકતા. પરંતુ એવું માને છે કે સ્ત્રી કંઈ જ કરી શકે નહિ અને માત્ર હસીનું પાત્ર બનાવીને મૂકી દે છે. એવો વિશ્વાસ પણ છે કે એવા લોકોને સ્ત્રીના કોઈ ને કોઈ સ્વરૂપ દ્વારા મહત્તવ સમજાશે જ અને એ લોકો દિલગીર પણ થશે. આવા લોકો ને કદાચ એક કવિ ની કલ્પના નો અનુભવ થશે, " ઉડતા ફૂલો ની મહેક ને સાચી પાડવા, આપી મહેક પતંગિયા ને હું ખરી જઈશ" જયારે ખુશી છે કે ઘણા લોકો સ્ત્રીના મહત્તવ ને પૂરેપૂરું સમજીને તેને માન - સન્માન અને સમાજ માં સ્થાન આપે છે. અરે !! ખુદ ભગવાન પણ સ્ત્રીની પૂજા - અર્ચના કરતા. સ્ત્રી એ ફૂલની જેમ કોમળ છે તો પથ્થર ની જેમ કઠોર પણ છે. સ્ત્રી એ પાણી ની જેમ શાંત અને શીતલ છે તો અગ્નિની જેમ રૌન્દ્ર પણ છે. સ્ત્રી એ નિખાલશ હાસ્ય છે, સ્ત્રી એ કરુણા છે. સ્ત્રી એ મધુરતા છે, સ્ત્રી એ કતુરતા છે.
આજના આ Women's Day ના અવસર ઉપર મારા જીવનમાં ડગલે ને પગલે સાથ આપનાર દરેક સ્ત્રી ( મારા મમ્મી , આંટી, બહેન, ભાભી,સાસુ, દાદી, મિત્ર) તેમજ આ દુનિયાની તમામ સ્ત્રીને મારા કોટી કોટી વંદન.